STORYMIRROR

urvashi trivedi

Inspirational Others

4  

urvashi trivedi

Inspirational Others

નશ્વર દેહ

નશ્વર દેહ

1 min
16

જીવ દેહને ત્યાગી દેશે,

ત્યારે દેહ શાંતિપૂર્ણ સૂતો હશે,

તે તમારી જાણમાં.


નશ્વરદેહ માટે નથી,

કોઈ પારકું કે પોતાનું,

આ મારું કે આ તારું,

આ તો જીવે રાખ્યા હતાં,

સંબંધો બધા બાનમાં,


નશ્વર દેહ માટે નથી,

કોઈ અમીર કે ગરીબ,

નથી કોઈ નાનું કે મોટું,

આતો ભેદભાવ બધા,

જીવે રાખ્યા હતા બાનમાં,


નશ્વર દેહ બનવાની,

રાહ ન જુઓ,

શાંતિપૂર્ણ જીવન જીવવા માટે,

ક્રોધી અને અહંકારી જીવને જ,

રાખો તમારી બાનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational