નળે નહીં ...!
નળે નહીં ...!
શોધું તને
તારો ભરમ મને નળે નહીં,,,
મહાન થવાનો
મારો અહમ મને નળે નહીં.
ઝખ્મોની વાત તો
એમ જ ઊડી હતી,,,
મારા લગાવેલા
મરમ મને નળે નહીં.
વિચારું પ્રેમ કરવા
બે ક્ષણ પહેલાં,
મારા કરેલાં
કરમ મને નળે નહીં.
તમારી વ્યથા
તરછોડી એવી રીતે,
પછી કોઈ પણ
સિતમ મને નળે નહીં.
