નિશાળ મારી કેવી રૂપાળી !
નિશાળ મારી કેવી રૂપાળી !
બાળકો આવે રમતાં રમતાં,
સૌ સંગે ઉત્સાહથી ભણતાં,
સ્નેહ -પ્રેમની થાય લ્હાણી,
નિશાળ મારી કેવી રૂપાળી!
નાના-નાના ભૂલકાઓ મલક્તાં,
કાલી-ઘેલી વાતોમાં પરોવતાં,
બાળકો ભણે ને થાય રાજી,
નિશાળ મારી કેવી રૂપાળી !
વિજ્ઞાનના પ્રયોગો કરીએ અવનવા,
ગણિતના કોયડાઓ નવા નવા,
શીખતાં બાળકો થાકે ના કદી,
નિશાળ મારી કેવી રૂપાળી !
કાર્યાનુભવને વ્યાયામ કરાવીએ,
ઉત્સવો સૌ સંગે મળી ઉજવીએ,
કામ કરતાં સૌ હળી- મળી,
નિશાળ મારી કેવી રૂપાળી !
પ્રજ્ઞાનો વર્ગ, પ્રવૃતિઓને સંગ,
મૂલ્યાંકન કસોટી લાવે નવો રંગ,
બાળકો તો જાણે ઊઠે ખીલી,
નિશાળ મારી કેવી રૂપાળી !
