નિરાશ કદી થતો નથી
નિરાશ કદી થતો નથી




કરું સેંકડો પ્રયત્ન જીવનમાં નિરાશ કદી હું થતો નથી,
કર્મમાં રાચું પ્રતિદિન ફળની અપેક્ષા કદી હું સેવતો નથી,
વિકટ પરિસ્થિતિ હોય ભલે રાહથી હું કદી ભટકતો નથી,
સફરમાં હોય અગ્નિ પરીક્ષા ખુદને હિંમત હારવા દેતો નથી,
કોઈ પીઠ થાબડે કે ટીકા નિત્ય સ્તુતિમાં હું રાચતો નથી,
ધ્યેય વિનાનું એક પણ કામ કયારેય હું કરતો નથી,
સંકુચિત વિચારસરણીમાં સ્વ ને કેદ હું રાખતો નથી,
હોય બહુજન સાથ જો તો ય એકલો કદી હું ચાલતો નથી,
ભય કે નિરાશાનું સિંચન કદી કોઈમાં હું કરતો નથી,
કરું સેંકડો પ્રયત્ન જીવનમાં નિરાશ કદી હું થતો નથી.