STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

નિહાળે

નિહાળે

1 min
254

બાળક બની રમત રમતાં એ ચમન નિહાળે, 

એવાં લગાવથી પરદેશી વતન નિહાળે,


ઘરમાં ફરી વળે ખાલીપો ઉદાસ કરતો, 

બારી કદીક ખોલી વૃદ્ધા ગગન નિહાળે,


ઘૃણા ભરેલ દાવાનળ પીડતો અધિકાશ, 

સાક્ષી બની પછી ત્યાં લાગી અગન નિહાળે,


ત્યાં માંડવો ચમેલીની છાંય જોઈ રોપ્યો,

લ્હાવો લઈ ગગનવાસી લગન નિહાળે,


માણસ થઈ ન ભૂલો ત્યાં માણસાઈ સાચી, 

કરજો ભલાઈ લોકો સાચું જતન નિહાળે, 


ત્યાં પ્રેમથી ચલાવી લીધું બધું નકામું,

બોલાવ ત્યાં કહીને પ્યારું વદન નિહાળે,


લાલચ બુરી બલા છે સમજાઈ જાય સૌને,

ખુશહાલ જિંદગીને સુંદર અમન નિહાળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance