નહીં મળે
નહીં મળે
આમ લક્ષ્યને ચૂકી જવાથી રસ્તો નહિ મળે,
ભાવિને વળી ભૂલી જવાથી રસ્તો નહિ મળે,
છે અંતરાય ઝાઝા ધ્યેયને પામવા કાજે અહીં,
મારગને કદી ચાતરી જવાથી રસ્તો નહિ મળે,
છે પ્રલોભનો કેટલાં મનને ચળાવનારાં પગલે,
વખતે લાલચમાં વશ થવાથી રસ્તો નહિ મળે,
ઝંઝાવાતો જગતનાં ડરાવીને ભૂલાવનારા છે,
આતમબળના ખૂટી જવાથી રસ્તો નહિ મળે,
છે આવતીકાલ તારી ઉજ્જવળ ના ભૂલજે,
આફત સામે ઝૂકી જવાથી રસ્તો નહિ મળે,
