નેટ માફિયા
નેટ માફિયા
કોણ જાણે આવ્યો કેવો જમાનો,
યુવા વર્ગ થયો ઇન્ટરનેટનો દિવાનો.
ફેસબૂક અને ઇમેલથી આપલે વધી,
અને વડીલોની પસંદગીની ધીરજ ખુટી.
ના જોયું ધર્મ કે ના જોઇ જાતિ,
ના જોયું વેઇટ કે ના જોઇ હાઇટ,
બસ જોયું માત્ર કલર વાઇટ (બ્યુટીફૂલ),
જોતજોતામાં સબંધો ખુબ વિકસ્યા,
અને પરિવારે ના છુટકે તેમને અપનાવ્યા.
એકમેકના તાંતણે તો બંધાણા,
પણ ધીમે ધીમે વધવા લાગી ફાઇટ,
અને સહનશક્તિની ધીરજ ખૂટી,
કોણ જાણે શું દેખાણી એકબીજામાં ત્રુટી,
કે જોતજોતામાં જોડી પડી ગઇ વિખુટી,
હું અને મારો જ પરિવાર એવી ભાવના બધે વધી,
એટલે જ તો દેશની અખંડિતતા અને એકતા તુટી.
