Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational Others

4.5  

Purvi Patel

Inspirational Others

નદી

નદી

1 min
257


પર્વતમાંથી નીકળી દરિયામાં એકાકાર થવાને ચાલી,

લોકોની તરસ મટાડતી ધરતીને તૃપ્ત કરતી એ ચાલી,

સ્વભાવે એ મીઠડી એટલે જ દરિયાને ભેટવા ચાલી,

ઉછળતી કૂદતી આજ દરિયા સંગ મહાલવા ચાલી,

ઝરણાંમાંથી બની નદી, કિનારાથી બાંધી સાંકળએ ચાલી,

અજબ ઉત્સાહ આજ એનો ઘડીભર હરખાતી ચાલી,

એ ઘડીક ધીર ગંભીર બની દરિયા સંગ વિહરવા ચાલી,

ખારાશને મીઠાશમાં બદલવાં એ હરખે સમાતી ચાલી,

પ્રેમ તણો ભંડાર છલકાવતી આજ એ તો હરખે ચાલી,

પશુ-પંખીઓ સંગ વાતો કરતી ઊછળતી કૂદતીએ ચાલી,

ગજબની ઊંડાઈ છે દરિયાની જાણી સમાવાને ચાલી,

આજ એ મીઠડી નદી દરિયા સંગ ખારી બનવાને ચાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational