નામ થશે
નામ થશે
તારી ચાહતનો સાથ બેફામ થશે
કંઈક સંબધમાં તમારું નામ થશે,
ચિંતાને મૂકીને થઈ જાવ હળવાફૂલ
કંઈક દિલમાં મનનો આરામ થશે,
મારી વાત છે કંઈક અંશ સુધી
જીવનમાં તમારું કંઈક કામ થશે,
કંઈક જંપીને કંઈક નવું વિચારીએ
જીવનમાં બસ થોડીવાર રામ કહીએ
પ્રેમ કર્યા પહેલા થોડું વિચારી લો
બે ઘડી માટે દુનિયા બદનામ કરશે
ક્ષણ વાર થંભી જાવ શ્વાસ સાથે
ચાલતા ચાલતા વિરામ મળશે
રાખજો કંઈક ઉષ્મા ભરી નજર
ભીતરમાં પણ સન્માન મળશે.
