STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

ન રાખો

ન રાખો

1 min
258

આપણી મુલાકાતમાં તમે શરત ન રાખો.

આપણી મુલાકાતમાં તમે તરત ન રાખો.


મિલન ઊભયનું સંવેદનાની ચરમસીમા,

વહાવો લાગણી અપેક્ષા પરત ન રાખો.


બહુવચન દિલનું એક થઈને વિરમશેને,

મળવું એ જ સર્વસ્વ બાકી ખત ન રાખો.


ઉરદર્દ આમ તો ઈલાજ કરી શકાય નહિ,

ભેંટવું પરસ્પર બીજી કોઈ સંગત ન રાખો.


છો ઓઝલ તમે નયનના દ્વારથી ક્યારથી,

પ્રેમ છે ગૌરવ તમે શિર કદી નત ન રાખો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational