STORYMIRROR

Himatbhai Mehta

Tragedy

2  

Himatbhai Mehta

Tragedy

મૃત્યુ તું

મૃત્યુ તું

1 min
13.5K


મૃત્યુ તું કીડીથી કુંજને ભલે હણે

અચાનક છીનવે ગર્ભને પણ તું !

હસ્ત મેળાપે કરે વિધવા નવોઢાને

મંડપમાં ભલે મારે છે સુકન્યાને

કદી વાવાઝોડું બની હણે જનને

પ્રલય બની ત્રાટકે મારવા સૌને

આશા ભર્યા યુવાનને મારીને

બક્ષે જીવન તને ઝંખતા વૃદ્ધને

સ્વભાવ જો હોય હણવાનો હોય

તો હણી લે મુજમાં રહેલ,

તુજથી મહાન..તુજથી ક્રૂર

કામ ક્રોધ લોભ મોહ દ્રેષને.

નઠારા વિચારોને..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy