મૃગજળ કે અમૃતજળ
મૃગજળ કે અમૃતજળ


કોણે-કોણે છે મૃગજળ પીધા?
કોઈએ પણ ના મૃગજળ પીધા,
જેણે જોયા એણે કદી ના લીધા,
એના સ્વાદ કોણે-કોણે કીધા?
ખરેખર જેણે મૃગજળ પીધા,
એણે સ્વાદ એના કદી ના કીધા,
કોણે મૃગજળ વેચાતા લીધા?
જેણે ભંડારો વેચી દીધા,
એણે પણ વેચાતા ના લીધા,
કોણે-કોણે અમૃતજળ કીધા?
આજ સુધી કોણે મૃગજળ પીધા ?
છતા સહુંએ અમૃતજળ કીધા,
મૃગજળ કેમ અમૃતજળ કીધા?
કોઈએ ગાંડા કોઈએ ઘેલા કીધા,
છતા મૃગજળ અમૃતજળ કીધા.