STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મનની ગતિ

મનની ગતિ

1 min
27.8K


મનને જીતવામાં રહેલી છે જીત આપણી,

મનને સમજવામાં રહેલી છે જીત આપણી.


સુખ અને દુઃખનું કારણ છે મન આખરે,

મનને ઠરવામાં રહેલી છે જીત આપણી.


વિષયભોગમાં મર્કટ થૈને ભમનારું એ,

કાબૂમાં કરવામાં રહેલી છે જીત આપણી.


મન ઉન્નતિના શિખરો પણ ચડાવી શકતું,

ધીરજ ધરવામાં રહેલી છે જીત આપણી.


વશ થઈને પરમ સુધી પહોંચાડનારું છે,

એનાથી તરવામાં રહેલી છે જીત આપણી.


એ જ જીવાડે અને એ જ મારે મનુજને,

આશાથી જીવવામાં રહેલી છે જીત આપણી.


મન એ જ પૂજાને મન એજ દેવતા વળી,

મનને સાધવામાં રહેલી છે જીત આપણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational