STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

મનને ક્યાં વિશ્રામ મળે

મનને ક્યાં વિશ્રામ મળે

1 min
719


મનને ક્યાં વિશ્રામ મળે !

તપવ્રત તેમજ યજ્ઞ કરે ને સંયમ સતત કરે,

તીર્થાટનને મંગલ માને, લાખ ઉપાય કભલું રે થયું રે ખૂબ જ ભલું રે થયું

જાગી ભક્તિની ગંગા એ તો ભલું રે થયું

અંતરની ગંગોત્રીથી પ્રકટી ઊઠી છે એ તો,

ત્રિભુવન મારું એથી પાવન થયું... જાગી રે... મનને


શ્રવણ, મનન ને નિદિધ્યાસનમાં રસના ઘૂંટ ભરે,

ધ્યાન ધરે ને સમાધી સાધે, દર્શન દિવ્ય કરે... મનને


પાવન કૈંક પ્રદેશોમાં એ વાસ કરે વિચરે,

તરસ મટે ના તો પણ તેની, સંતનસંગ કરે... મનને


નેતિ-ધોતિ-નૌલીમાં એનું કારજ કેમ સરે,

કરે ખેચરી ને વજ્રોલી, પ્રાણાયામ કરે... મનને


ષટ્રદર્શનમાં રમે નિરંતર તોયે પાછું ફરે,

દળદર દૂર ન થાયે એનું ઔષધ કોણ કરે ? ... મનને


‘પાગલ’ પ્રેમી બની તમારો તમને ફક્ત વરે,

શાંતિ મળે તેને રસમય રૂપ તમારું મળે... મનને


- શ્રી યોગેશ્વરજી



Rate this content
Log in

Similar gujarati poem from Classics