STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મળે ના મળે.

મળે ના મળે.

1 min
154

મને તારા જેવો સાથી મળે ના મળે,

જેણે દીધા દુર્ગુણ નાથી મળે ના મળે.


હૈયે આપી ધરપત તારા નયન સંકેતે,

સુખદુઃખમાં રહે સંગાથી મળે ના મળે.


હેત અંતરનું સદા અદભુત વરસાવતો,

ગતિ આપી અટકે જ્યાંથી મળે ના મળે.


નજરઅંદાજ કરે અવગુણોને અપાર,

શુભ શરૂઆત કરે એકડાથી મળે ના મળે.


નેત્રો જેનાં નેહભર્યાં પોતાનો એ લેખે,

ના હટે છોને થતી બાથંબાથી મળે ના મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational