STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

મજા અનેરી

મજા અનેરી

1 min
421

આંગણે સજી છે રંગોની રંગોળી

દરવાજે લાગે એ તો નિરાળી

તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...!


શણગાર સજી ઊભી છે નાર

અધૂરી સમજે એ વિના સહકાર

તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...!


મસ્તી કરતી આંગણે ઊભી છે ટોળી

રંગ ભરી પિચકારી ઉજવે છે હોળી

 તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...!


સૌ સંગાથે પરિવારની રોનક અનેરી

વિના તહેવાર જાણે જિંદગી અધૂરી

તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...!


પ્રેમથી બનેલી જિંદગીની રંગોળી

ખીલી ઊઠે સૌ સંગે દીપોથી દિવાળી

તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...!


નાનાં મોટાં સૌની પ્રિય આ નવરાત્રી

જગદંબાની ઉપાસનાથી શોભે રાત્રી

તહેવાર થકી જીવતરમાં મજા અનેરી...! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational