STORYMIRROR

Dharati Thakor

Abstract Drama

2  

Dharati Thakor

Abstract Drama

મહેતાજીની ઘોડી

મહેતાજીની ઘોડી

1 min
725


મહેતાજીની ઘોડી

ત્રણેય પગે ખોડી,


પાતાળમાંથી પાણી કાઢે

એ પાણી શું કરીએ ?

મા-બાપના પગ ધોઈ

પી જઈએ.

મા-બાપે આપી શીખ,

દીવો દીકરા ખોડ બત્રીસ,


ખોડ બત્રીસના ઊંચા રેલા,

રાત પડે રણછોડજીના ચેલા,

રણછોડજીની થઈ

લઈ ગાયો વનમાળી,

વનમાળી પાટણનો ધણી,


પાટણ ઉપર પથ્થર

હાથી ઉપર છત્તર,

છત્તર જઈ ઉંચી,

ભાવો મહેતાજી ભણવા, ગણવાની ચાવી,


સોટી વાગે છ્ચ્મ છમ

વિદ્યા આવે ધમ્ ધમ,

વિજયા રે’ટી મોરીમાં લોટો ભરી પાણી થા,


વિજયા મારી માસી

માસીએ આપી સોપારી,

ભણે ગણે એ વેપારી

ના ભણે તે ઠીબારી,


આલીયામાં ખારેખ

ભણે ગણે તે પારેખ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract