STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

4  

Mulraj Kapoor

Inspirational Others

મહામાનવ

મહામાનવ

1 min
414

કોઈની કિંમત ઓછી અંકાય નહીં, 

દેખાવથી અંદાજ પણ થાય નહીં, 

જોઈ ને ઝટ ધારણા બંધાય નહીં,

જે દેખાય તેવું કદાચ હોય નહીં, 


સાધારણ પણ અસાધારણ હોય, 

ડૂબતાને તરણાંનું શરણ હોય, 

આ દુનિયામાં એવા પણ નર હોય, 

જે મદદ માટે સદા તૈયાર હોય, 


કામ નેકીનું કરી દરિયામાં ફેંકે, 

બીજાને તાપણે રોટલા ન શેકે,

દુઃખ પારકા હણી અહમ ન કરે,

એતો કોઈ મહામાનવ હોઈ શકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational