STORYMIRROR

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

મેદાનમાં જેણે મોરચો માંડ્યો

મેદાનમાં જેણે મોરચો માંડ્યો

1 min
13.4K


મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને

પકડ્યો વચનનો વિશ્વાસ રે,

ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં

થઈ બેઠાં સદગુરુના દાસ રે... મેદાનમાં


સાન સદગુરુની જે નર સમજ્યો,

તે અટકે નહીં માયા માંહ્ય રે,

રંગરૂપમાં લપટાય નહીં

જેને મળી ગઈ વચનની છાંય રે...

મેદાનમાં


રહેણીકરણી એની અચળ કહીએ

એ તો ડગે નહીંય જરાય રે,

વચન સમજવામાં સદાય પરિપુર્ણ

તેને કાળ કદી નવ ખાય રે... મેદાનમાં


સોઈ વચન સદગુરુજીના ઘરના,

ગમ વિના ગોથાં ખાય રે,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,

વચન ન સમજ્યા નરકે જાય રે...

મેદાનમાં


Rate this content
Log in

Similar gujarati poem from Classics