STORYMIRROR

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

હેઠા ઊતરીને પાય લાગ્યા

હેઠા ઊતરીને પાય લાગ્યા

1 min
14.3K


હેઠા ઊતરીને પાય લાગ્યા

ને ઘણો છે એનો ઉપકાર રે,

અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,

ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે… હેઠા.


અખંડ અમર અવિનાશી ભાળ્યા,

ને વસ્તુ છે અગમ અપાર રે,

દયા કરીને મુજને દરસાવ્યા

ને અનામ એક નિરધાર રે… હેઠા.


સમજીને વાસના સમાઈ ગઈ,

ને અનુપમ છે એક રૂપ રે,

આતમને ભિન્ન નવ જાણો,

ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે… હેઠા.


સરવેની સાથે મિત્રતા રાખજો,

ને નહિ પ્રીત નહિ વેર રે,

ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,

એવું સમજીને કરવી લે'ર રે… હેઠા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics