STORYMIRROR

Bharti bhayani

Inspirational Others

4  

Bharti bhayani

Inspirational Others

માવતરને નવ ભૂલશો રે લોલ

માવતરને નવ ભૂલશો રે લોલ

1 min
269

સગા સંબંધી ભલે સાથમાં રે લોલ

માવતરની તોલ નવ થાય રાજ 

હો માતપિતાને નવ ભૂલજો રે લોલ  


પથ્થરને દેવ માની પૂજીયા રે લોલ

ત્યારે દીઠું તમ મુખ જો

હો માત પિતાને નવ ભૂલજો રે લોલ 


તડકા એણે ખૂબ વેઠીયા રે લોલ

છાયામાં રાખે એ બાળ જો 

હો માત પિતાને નવ ભૂલજો રે લોલ 


પેટ સંતાનોના ભરવા રે લોલ 

ભૂખે સૂઈને કાઢે રાત જો 

હો માત પિતાને નવ ભૂલજો રે લોલ 


સપના પોતાના એ ભૂલતા રે લોલ 

સપના તમારા કરે પૂર્ણ જો 

માત પિતાને નવ ભૂલજો રે લોલ 


દુનિયા આખી પગ ખેચશે રે લોલ 

માવતર જ ઝાલે તમ હાથ જો 

માત પિતાને નવ ભૂલજો રે લોલ 


ભગવાન આવે જો કદિ આંગણે રે લોલ

માનવ હરખઘેલો થાય જો 

માત પિતાને નવ ભૂલજો રે લોલ 


રાહ જુએ કોણ એની રે લોલ 

માવતર મારે મન ભગવાન જો 

માત પિતાને નવ ભૂલજો રે લોલ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational