STORYMIRROR

Bharti bhayani

Others

4  

Bharti bhayani

Others

જીવન પરીક્ષા

જીવન પરીક્ષા

1 min
281

માનાં ઉદરમાં શાંતિ અપાર

જન્મ થતાં સાથે જ પરીક્ષા,


ચાલતા બોલતા શીખ્યા ત્યાં તો

બાલમંદિરની આવી પરીક્ષા,


શાળા એટલે જ્ઞાનનું મંદિર

એના બદલે ત્યાં પણ પરીક્ષા,


કોલેજમાં તો છૂટયા બંધન

સામે ઊભી જીવન પરીક્ષા,


નોકરી ધંધા, રોજી રોટી,

આ તો જાણે ડબલ પરીક્ષા,


દાંમ્પત્ય જીવનનું સુખ પણ

નિભાવવામાં ખરી પરીક્ષા,


માવતર થઈને સમજણ આવી

જવાબદારી તણી પરીક્ષા,


જીવન આમ જ પૂર્ણ થાય 

વારાફરતી આવે પરીક્ષા,


ઈશ્વરે ખુદ પૃથ્વી ઉપર

પલ પલ આપી હતી પરીક્ષા,


અનામિકા તો પામર જીવ

તું પણ આપી દે ને પરીક્ષા.


Rate this content
Log in