STORYMIRROR

Bharti bhayani

Others

4  

Bharti bhayani

Others

જનેતા

જનેતા

1 min
341

કોણ ડરાવે રાતે ને કોણ હરાવે તાપે,

છાયડા જાતે કરતી મા કદી ન ડરતી. 


રાત અંધારી કાળી જોને, દુનિયા ઝોલા ખાય

માવડી જોને બાળક માટે, કવચ બનતી જાય

લાલિમા સુરજ તણી,કે એના જાયા તણી.


બાળક ભલે ચીંથરેહાલ, માને તો રાજકુમાર

સૌંદર્ય નિહાળી જાતે,કરતી લાડ દુલાર

હોય છો નિર્ધન જાતે, બાળને રાજા રાખે.


સૂખ દુખના પૈડાં ઉપર, જીવન ચાલતું જાય

હારતી જોને દુનિયા સારી, માવડી જીતી જાય

જીવન ઘટમાળની સામે,અડીખમ ઉભતી જાતે.


સામગ્રીને રેટ આપો
લોગિન