મનગમતું જીવન
મનગમતું જીવન
1 min
282
વહેલી પરોઢે સૂરજનું ઊગવું ને
તારાઓ ભરેલી રાત પણ ગમતી,
લાલિમા સવારની ઠંડી હવાઓ
ને દરિયાઈ સાંજ પણ ગમતી,
પંખીના કલરવ ને લહેરાતો વાયુ
વરસાદી વાદલડી ગમતી,
મોરલિયો નાચતો ને કોયલના કલરવ
ચકલીની ચીં ચીં પણ ગમતી,
ઈશ્વરે આપેલું અઢળક સૌંદર્ય
ને જિંદગી અનમોલ ભેટ ગમતી,
વાંકી ને ચૂકી છો ચાલે પણ પોતીકી
જીવનની ઘટમાળ ગમતી.
