માતૃભાષા
માતૃભાષા
સૌથી ન્યારી, સૌથી પ્યારી, મારી માતૃભાષા,
ચાલો સંગે ઉજવીએ આજ વિશ્વ માતૃભાષા દિનને .....
સૌથી ન્યારી.....
શૌર્ય, સમર્પણ, ત્યાગની ભૂમિ ગુર્જર ધરા વખણાતી
આદિ મધ્ય અર્વાચીન
એનો ભવ્ય ભવ્ય ભૂતકાળ....
સૌથી ન્યારી......
ઋષિમુનિઓ સંતોની પાવનકારી છે ગાથા
સિદ્ધહેમશબ્દાનુશાસન
જેવા વ્યાકરણ ગ્રંથ રચાતા......
ફાગુ રાસ ગરબી છપ્પા સંગ્રહ થયો ખજાનો
દુહા-મુક્તક-હાઇકુ સોનેટ
આજે આવ્યો એનો જમાનો.....
સૌથી ન્યારી .....
નરસિંહ મહેતા, અખો ને પ્રેમાનંદ
એની વાણીના દર્શન થયા અદિકાળે
નર્મદ નવલરામનો જુસ્સો ભર્યો ગાંધી કાળે....
સૌથી ન્યારી.....
મને ગર્વ મારી ભાષાનો એનો કરું હું પોકાર;
નવી સદીમાં નવા સમયમાં
કરશું એનો જયજયકાર....
સૌથી ન્યારી.....
