માતૃભાષા
માતૃભાષા
આભમાં પણ ના સમાય એટલો
ગર્વ છે મને ગુજરાતી હોવાનો
ને પેટાળમાં ના સમાય એટલો
ડર છે ગુજરાતી ભાષા ખોવાનો
વિદેશમાં કરું નજર તો ત્યાં પણ
સંસ્કૃતિ ગુજરાતની પાંગરે
ને આપણા આ ગુજરાતીઓ
વિદેશીઓની ભાષા અંગ્રેજી સાંભળે
સંબંધોમાં સ્નેહ છલકાવતી
મધ મીઠી ભાષા મારી ગુજરાતી છે
રાષ્ટ્રીય શાયર મેઘાણીની
વૈવિધ્યસભર ભાષા મારી ગુજરાતી છે
