મારું પ્રિય પુસ્તક
મારું પ્રિય પુસ્તક


મારું એ પ્રિય પુસ્તક છે 'સત્યના પ્રયોગો'
હાથવગું બસ હસ્તક છે 'સત્યના પ્રયોગો'
આત્મકથા છે ગાંધીબાપુની વર્ણવાયેલી,
પાનેપાને એની દસ્તક છે 'સત્યના પ્રયોગો'
માનવમનની નબળાઈને ગતિની વાત છે,
જાણે બાપુ મરક મરક છે 'સત્યના પ્રયોગો'
કબૂલાતને એકરારનામું છે નીતરતું શબ્દે,
અન્યને એમાં ઘણો ફરક છે 'સત્યના પ્રયોગો'
જીવન જીવવાની જાણે જડીબૂટી જ જડી,
સુધરવાની મળતી એમાં તક છે 'સત્યના પ્રયોગો'.