STORYMIRROR

Mayur Bhatt

Children Inspirational Classics

3  

Mayur Bhatt

Children Inspirational Classics

મારો વ્હાલો દીકરો

મારો વ્હાલો દીકરો

1 min
14.7K


મારો દીકરો સોનાના હિંડોળે ઝૂલે,

તેને જોઈ મારી છાતી ગજ ગજ ફુલે.

મારો દીકરો સોનાના હિંડોળે ઝૂલે.

તે છે ઘર આગળનો લાલો ને કાનો,

તેની કાલીઘેલી નટખટ બોલી માણો,

તેના દર્શન કરીને ફૂલો પણ ખીલે,

મારો દીકરો સોનાના હિંડોળે ઝૂલે,

ચાંદો ને સુરજ તેને જોઈ હરખાતા,

કુબેર ને કામદેવ પણ જોઈ  શરમાતા.

અપ્સરાઓ પણ જોઈ તેને ભાન ભૂલે,

મારો દીકરો સોનાના હિંડોળે ઝૂલે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children