મારો હીરો
મારો હીરો
નથી મારો હીરો સલમાનખાન
મારો હીરો દેશનો જવાન,
સરહદ પર રક્ષા કરતો
ખડે પગે સેવા કરતો,
નથી એને કોઈ અભિમાન
દેશ માટે આપે બલિદાન,
ભૂલી જાવ ફિલ્મી હીરોને
યાદ કરો જવાનોના બલિદાનોને,
હીરો તો હીરો હોય છે
સદાકાળ ચમકતો હોય છે,
સિક્કો કદાચ ખોટો પણ પડે
જવાનોની સેવા કદી ના અટકે,
યાદ કરો એ વીર જવાનોને
જે સરહદ પર ચોવીસ કલાક ટકે,
શાંતિ સમયે પણ દેશની સેવા
પૂર હોય કે તોફાનોમાં સેવા,
નથી મારો હીરો ફિલ્મી
મારો હીરો દેશનો જવાન દિલથી.
