મારી વ્હાલી ચા
મારી વ્હાલી ચા
શિયાળામાં તું બહુ વ્હાલી લાગે,
ઉનાળામાંય તું ગમે,
ચોમાસામાં એવું થાય કે બસ તારી સાથે જ રહું,
બસ હું અને તું, અને સાથે કોઈ સરસ મજાનું પુસ્તક,
કોઈને જોઈએ તારી સાથે બિસ્કિટ તો કોઈને ભજીયા કે કોઇને દાળવડા,
પણ મને તો બસ તું જ,
અને તું મારી સૌથી મોટી સ્ટ્રેન્થ અને મારી વિકનેસ પણ તું જ,
મારી વ્હાલી ચ્હા,
મારા માટે તો તું ચ્હા અને ચાહ પણ.

