STORYMIRROR

Mamta Shah

Romance

3  

Mamta Shah

Romance

હું અને તું

હું અને તું

1 min
27.2K


હું ખળખળ વહેતુ ઝરણું,
તું સ્થિતપ્રજ્ઞ મહીધર,
વહી જઈશ તારા માંથી,
તો પણ રહીશ તું જ મારું પ્રસ્થાન બિંદુ, 

હું રંગબેરંગી પતંગિયું,
તું સુવાસ ફેલાવતુ સુમન,
તું ફેરવી લઈશ મુખ સૂરજ કોર,
તો પણ મંડરાયા કરીશ તારી ઓર, 

હું કલરવ કરતું પંખીડું,
તું ધીર ગંભીર ઘટાદાર વૃક્ષ,
ઉડી જઈશ તારો સંગાથ છોડી,
તો પણ સંધ્યાકાળે આવીશ પાછું ત્યાં જ.!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance