STORYMIRROR

Vivek Chudasma

Inspirational

2  

Vivek Chudasma

Inspirational

મારી મમ્મી

મારી મમ્મી

1 min
14.4K


વાગતું ક્યારેક કંઈ, શબ્દ "ઓ...મા.." નીકળે છે.
બોલતા એ શબ્દ "મા" તાકાત દેહે ભળે છે.

ના મળે ભગવાન, તું ફરિયાદ એવી શું કરે છે?
શોધજે સાક્ષાત "મા"ની અ‍ાંખમાં ઈશ્વર  મળે છે.

આ નહીં ઝૂક્યું કદી શિર , હોય કોઈ પણ ભલેને,
જોઉ મમ્મીને ઉભેલી, નમ્રતાથી શિર ઢળે છે.

આ જગતથી સત્યની એ જંગ જ્યારે હારતો હું,
જીત મારી એ જ મમ્મીના ચરણ પાસે વળે છે.

જે કહે છે લોક એની વાત ખાલી ધ્યાન રાખો,
માનજે માતા કહે જે, બોલ એના સૌ ફળે છે.

એ દિવસથી કેટલી સંભાળ રાખે છે અમારી,
દેહ માંથી દેહ આપી પણ નયન ઝળહળે છે.

માથું ખોળે રાખતો ને બંધ કરતો "મિત્ર" આંખો,
હાથ જાણે ફેરવે "મા", દર્દ ત્યાં સધળા ટળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational