STORYMIRROR

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

ગગને ખરતા તારા

ગગને ખરતા તારા

1 min
13.5K


ઢળતી રમણી નમણી સાંજે,
ગગને ખરતા તારા જોયા.

રડમસ રડમસ નયનો સૌનાં,
સાગર તો મેં ખારા જોયા.

કાંટાળા આ મારગ ઉપરે;
ડગલાં ખાલી મારાં જોયાં.

કટકે કટકા સાથે જડતા;
સપનાં સૌ મેં ન્યારા જોયાં.

પાવન આત્માને લઈ ફરતાં,
માણસ મનનાં સારાં જોયાં.


Rate this content
Log in