મારી જિંદગીની યાદગાર પળો
મારી જિંદગીની યાદગાર પળો
હું ડરતી ડરતી આવી હતી ને રડતી રડતી જઈશ,
ડરતા મન સાથે કૉલેજમાં ભરેલું એ પહેલું ડગલું,
અને
રડતા હૃદય સાથે વિદાયમાં ભરેલું એ છેલ્લું ડગલું.
આ સમય દરમ્યાન જીવાયેલી એ અમૂલ્ય ક્ષણો,
મિત્રો સાથેની મોજ, ક્લાસ માં કરેલી મસ્તી,
પેલી પાટલી એ બેસવાની એ જીદ,
જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાની મજા,
પ્રોફેસર સાથે વૃક્ષ નીચે બેસીને કરેલી મનની એ વાતો,
અંગ્રેજીના ક્લાસમાંથી મારેલી ગુલ્લી,
ને શિયાળા ની સવારે તડકા માં બેસીને,
મિત્રો સાથે કરેલી મોજ,નહિ ભૂલી શકાય.
જ્યાંસુધી ધબકતું રહેશે મારું હૃદય ત્યાં સુધી,
કોલેજ ની આ પળો મારા નસે નસમાં ધબકતી રહેશે...
