STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational Children

4  

KANAKSINH THAKOR

Inspirational Children

મારી બિલ્લી

મારી બિલ્લી

1 min
206

મમ્મી મારી બિલ્લી લાગે શાણી શાણી

મમ્મી એની મીઠી લાગે છે વાણી વાણી,


ઉંદર સાથે એ રમતી પાડી તાળી તાળી

વાળ એનાં લાંબા ને લાગે કાળી કાળી,


દૂર ના જાય મારાથી એ ખસી ખસી

મારી પાસે આવે મમ્મી એ હસી હસી,


દૂધ તો હું પીવડાવું વાટકી ભરી ભરી

મ્યાઉં મ્યાઉં કરી ફરતી ના એ ડરી ડરી,


નિશાળે આવે એ મમ્મી મારી વાંહે વાંહે

આમતેમ ડાફેરા મારતી એતો રાહે રાહે,


મેદાને રમતી એતો સૌની રે સાથે સાથે

થાકીને એ બેસી જતી મારા હાથે હાથે,


મને જોઈ એતો થતી બહું રાજી રાજી

દૂધ પીને એતો સદા રહેતી સાજી સાજી,


કૂતરાને જોઈ આંખે આવે પાણી પાણી

મમ્મી મારી બિલ્લી લાગે શાણી શાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational