STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

મારા રામ તમે

મારા રામ તમે

1 min
188

અમારા મનના અધિકારી મારા રામ તમે,

હૈયામાં હો હકૂમત તમારી મારા રામ તમે,


શરણાગતના તારણહાર છો પ્રભુ સદાએ,

હરપળ રહેતા ધનુષધારી મારા રામ તમે,


ભક્તવત્સલ પ્રભુ નિજજન કાજે તમે,

અધમ તણા હો ઉદ્ધાર છો મારા રામ તમે,


તડપતાં હરિવર તવ દર્શન કાજે અહર્નિશ,

લેતા ભક્તજનને આવકારી મારા રામ તમે,


ઉરઆંગણે વસીને વિરાટ ભાસતા રઘુવીર,

ભક્તોની દિલદુગ્ધા દેતા ઠારી મારા રામ તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational