માનવતા
માનવતા
મંદીરમાંથી ચુંથાઇને એક લાશ નીકળી,
ને ઇશ્વર હોવાની વાત સાવ અફવા નીકળી.
ટોળા હતાં લાગણી વગરના ત્યાં,
માણસાઈ હોવાની વાત સાવ અફવા નીકળી.
આ પવિત્ર ધર્મના આંગણામા,
ધાર્મિકો જ આવે એ વાત સાવ અફવા નીકળી.
માણસ રામ ના બને તો ભલે ને રાવણ બને,
જેની લંકામાંથી સુરક્ષિત સીતા નીકળી.
ધર્મ જ્ઞાતિના નામે નીકળતી રેલીઓ જોઉં ત્યારે લાગે,
કે જાણે માનવતાની અંતિમયાત્રા નીકળી.
