માનવી
માનવી


ન જાણે કેટકેટલો ભાર ઊંચકીને જીવે છે માનવી,
ન જાણે કેટકેટલું મનમાં સંઘરીને જીવે છે માનવી,
ભૂતકાળ રાખે હાથવગોને વાગોળે છે નિરંતર એ,
એની પીડામાં વર્તમાનને બગાડીને જીવે છે માનવી,
તજી દો અણગમતો અતીત જે નથી ગમતો જરાયે,
ખોટાખોટા લોહીઉકાળાઓ કરીને જીવે છે માનવી,
દફનાવી દો મનદુઃખ અને કોઈના ખૂંચતાં હો વેણને,
ક્યાં કદી સાંપ્રત સમજી સંભાળીને જીવે છે માનવી,
કરી લઈએ આજની ઘડી રળિયામણી મનાવીને સૌ,
ક્યારેક ભાવિના ભયને એ વિચારીને જીવે છે માનવી.