માનવદેહની સાર્થકતા
માનવદેહની સાર્થકતા
મળ્યું માનવજીવન છે કેટલું કિંમતી !
સાધનધામ જે મેળવી શકે છે મુક્તિ.
કરુણા કરી કેશવે માનવદેહ આપ્યો,
તોય માયાગ્રાસે જીવ બનતો શરારતી.
અર્થની આંધળી દોટમાં ચૂકી જવાતું,
ના થઈ શક્તી જીવની કદીએ ઉન્નતિ.
સુત, વિત્ત, દારા કુટુંબ કબીલા સાથે,
જીવવામાં ભૂલાઈ જતી પરમેશ રતિ.
કરીને કામ માનવતાનાં પ્રભુપ્રિય બને,
ને પછી એજ ખરી હરિતણી ભક્તિ.