માનવ ધર્મ
માનવ ધર્મ
હેં પ્રભુ અમારી બુદ્ધિને સન્માન તરફ પ્રેરિત કરો,
અમને હંમેશા સત્ય ના માર્ગે લઈ જજો,
જેથી માનવ જાત નો ઉત્કર્ષ થાય.
ના સમજી નું કામ,માનવી અહીં કરતો જાય છે,
માસુમનું લોહી જોઈ,
પ્રભુ પણ શરમાઈ જાય છે.
પ્રેમ થી જીતાય છે પશુને,
પ્રેમથી જીતાય છે કુદરતને,
માનવી જીતાય છે હવે તો,
માનવ પ્રેમી બનીને તો.
>
દુષ્ટને દૂર કરવા પર,
દુષ્ટતા દૂર થતી નથી,
દુષ્ટતા દૂર કરવા માટે,
સદભાવના જગાવવી પડશે.
કહી ગયા છે ઋષિ મુનિઓ,
વિચાર શક્તિને વેગ આપીને,
માનવતાના કર્મમાં,
જગતનું કલ્યાણ છે.
માનવ એવો બનશે કે,
મારો પ્રભુ રાજી રે,
માનવધર્મની સ્થાપના,
એ પુનઃ કરશે રે,
માનવ બનવાનો નેક,
એક ધર્મ એક દેશ.