માનું સ્થાન
માનું સ્થાન


ઈશ કરતાં પણ આગળ છે " મા " સ્થાન તારું.
સૌથી સવાયું જળવાવું ઘટે " મા" માન તારું.
તારા પછી જ સ્મરણ પ્રભુનું જગમાં થનાર છે,
સંતાનને વાત્સલ્યનું સર્વશ્રેષ્ઠ " મા" દાન તારું.
પોતે પામી પીડાને પાલ્યને પરિતોષ તું આપનારી,
યુગોયુગો સુધી થતું રહેશે " મા" યશોગાન તારું.
ઈશ્વરની પ્રસન્નતાથી કદાચ " મા" ન મળી શકતી,
"મા" ના રાજીપાથી ઈશ થાય આગમન તારું.
જગતના બધા જ પ્રેમમાં નિ:સ્વાર્થ પ્રેમ જનેતાનો,
હરિ તેં પણ રખે સોંપ્યું હશે " મા" ને સુકાન તારું!