માનું ૠણ
માનું ૠણ
કોઈ જન્મે ના ચૂકવી શકું ૠણ તારું સદાય કરજદાર છું,
અપરાધો હશે મારાય ઘણા જનેતા માફી તલબગાર છું.
આપી જન્મ મોટા કર્યાને હરડગલે રાખ્યું મારું ધ્યાન,
અમીદ્રષ્ટિ તું રાખજે માવડી તારા સંસ્કારનો વિચાર છું.
મમતા તારી અદભુત હરપગલે એની સ્મૃતિ થતી મને,
નથી હૈયાત આજે જનની જાણે બન્યો હું લાચાર છું.
હેતભાવ તારા માતા હૈયાનેય હચમચાવી મૂકનારા છે,
ગેરહાજરીમાં હાજરી ભાસતી, તારો મા કસૂરવાર છું.
અજરઅમર રહેશે મા તું સદાકાળ મુજ ઉરમાંહે જીવંત,
ઉપકારોની વણખૂટી વણજાર તારી, યાદે લગાતાર છું.
