STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

માને છે

માને છે

1 min
505

દબાણ ખૂબ વધારે હતું એ માને છે ? 

જરાક વાર હતી ને દિમાગ ફાટે છે ? 


સમાજ સાથ હવે આપશે જ શ્રદ્ધાથી, 

રિવાજ સાવ અલગ લાગતાં જ ભાગે છે, 


જરાક શ્વાસ હેઠો બેસવા દે વાલમ તું, 

વખાણ આજ કરી વાત આજ સામે છે, 


રખાય આજ શરત પ્રથમ પ્રેમમાં ત્યારે, 

જણાવ પ્રેમ અને હોડ શબ્દ સાથે છે ? 


મશાલ હાથ ધરી દૂર થાય અંધારું, 

પ્રયાસ ખૂબ સરસ લાગતોય ભારે છે, 


અપાર પ્રેમ છતાં જાગતી હતી શંકા, 

છતાંય જાદુ અહીં લાગણીનો ચાલે છે, 


એ હોઠે રાવ હતી જાણવા છતાં વ્હાલી, 

પહેલ આજ કરી ભેદ ભૂલી ચાહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance