મા
મા
પ્રેમનો દરિયો છે મા, સ્નેહની જ્યોતિ છે મા,
હું છું નાની બાળ એની એ મારી ઈશ્વર છે મા.
રૂપ ધરીને આવ્યો ભગવાન તું ધરતી પર,
શાશ્વત છે સદાય તું અજર અમર છે મા.
મારા આંગણે તેતો અઢળક પ્રેમ સીંંચ્યો છે,
ખુશીઓનો બારેમાસ આવતો અવસર છે મા.
ચારે જગતનો નાથ, અનાથ રહ્યો "મા" વિના,
જગતજનની ખોળે આવવું પડ્યું હતું પ્રભુને.
ચૂકવી ના શકો એવા અપાર ઉપકાર એ મા,
કદી ના માગ્યું વ્યાજ લાગણીઓનું એ છે મા.