STORYMIRROR

Seema Parmar

Romance

4  

Seema Parmar

Romance

રંગાઈ તારા રંગમાં

રંગાઈ તારા રંગમાં

1 min
284

જ્યાં કલમ રંગાઈ તારા રંગમાં,

હું સનમ રંગાઈ તારા રંગમાં,


શબ્દની ફૂટી હતી સરવાણીને,

સૌ પ્રથમ રંગાઈ તારા રંગમાં,


ફાગણિયો રંગ લાવ્યો અંતરે,

ને શરમ રંગાઈ તારા રંગમાં,


હા વિરહની વેદનાને લીંપવા,

આ જનમ રંગાઈ તારા રંગમાં,


ભીતરે દીવો બળે છે પ્રેમનો,

ત્યાં કસમ રંગાઈ તારા રંગમાં,


વાદળો કેવા છવાયા યાદનાં ?

છે ભરમ રંગાઈ તારા રંગમાં,


જિંદગી ઓછી પડી છે સાથમાં,

લઈ કરમ રંગાઈ તારા રંગમાં,


આખરી આદેશ તારો સર ઉપર,

જી હુકુમ રંગાઈ તારા રંગમાં,


ના મને પરવા જગતની સ્હેજ પણ,

સૌ નિયમ રંગાઈ તારા રંગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance