હળવાશ 5
હળવાશ 5

1 min

22.8K
યાદો ભૂલી હળવાશ છે,
સંધ્યા વહી નવરાશ છે.
ચાહતોને બાંધી હતી,
છોડ્યાં પછી તો આશ છે.
વીણી તમે ક્યાં મૂકશો ?
કાનો હર હૃદયમાં વાસ છે.
ગઝલ વાંચી શરમાઈ છે,
બસ આ અદાનો દાસ છે.
ઊગ્યો હશે તો ચાંદ પણ,
માણી નજરને હાશ છે.
શ્વાસો નદી છલકાવતાં,
ભીતર હજી મીઠાશ છે.
ક્યાં અવધિ હારી છે કદી,
એ તો સમય અવકાશ છે.