મા તે મા
મા તે મા
લઈ શિશુને મા, સ્વર્ગ સમા ખોળામાં,
ને પછી અમીરસ ભર્યા તરબોળ હોઠથી,
આપી ચુંબન તેના ગાલે ગુલાબી,
મુખ પર તલ જોવા થાય અધીરી,
ગણાય જે એના ભાગ્યની નિશાની,
જોઈ આ, સર્જનહાર પણ ખુદ,
તડપી ઉઠે બનવા બાળક…
લઈ શિશુને મા, સ્વર્ગ સમા ખોળામાં,
ને પછી અમીરસ ભર્યા તરબોળ હોઠથી,
આપી ચુંબન તેના ગાલે ગુલાબી,
મુખ પર તલ જોવા થાય અધીરી,
ગણાય જે એના ભાગ્યની નિશાની,
જોઈ આ, સર્જનહાર પણ ખુદ,
તડપી ઉઠે બનવા બાળક…