STORYMIRROR

Nardi Parekh

Classics Inspirational

4  

Nardi Parekh

Classics Inspirational

મા ભોમને કાજે

મા ભોમને કાજે

1 min
303

જ્યારે દિલમાં દર્દ વવાયા,

દેશદાઝના બીજ રોપાયા છે,

માથા કંઈકના વઢાયા છે,

એના રક્તથી મૂળ સિંચાયા છે.


કરી કેસરિયા જંગે જાતા,

ધડ લડતાં ને માથા કપાયા છે,

મા ભોમની રક્ષા કાજે,

બાપુનાં ચરણ સેવાયા છે.


કાંટાળી સતની કેડી પર,

દોડ્યા સૌ થૈ રાઘવાયા છે,.

ઘરબાર ત્યજ્યા, પરિવાર ત્યજ્યા,

આંદોલનમાં જોડાયા છે.


આઝાદીના પરવા ના થઈ,

ગાણાં દેશભક્તિનાં ગાયા છે.

અહિંસા કેરા વ્રતધારી,

હિંસામાં કઈક ઘવાયા છે.


કંઈક આક્રમણ ખાળીને,

ઝળહળ્યા માડીનાં જાયા છે,

આ જે અણમોલો અવસર પામ્યાં,

અગણિત બલિદાન છુપાયાં છે.


એ વીર નરોની વેદી પર,

નંદી વિજય ધ્વજ લહેરાયા છે,

જ્યારે દિલમાં દર્દ વવાયા,

દેશદાઝના બીજ રોપાયા છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics