STORYMIRROR

SHAMIM MERCHANT

Abstract Inspirational

3  

SHAMIM MERCHANT

Abstract Inspirational

મા અને મીણબત્તી

મા અને મીણબત્તી

1 min
220

મીણબત્તીના પ્રકાશમાં હું અહીં બેઠું છું,

સંધિકાળ ચાલી ગઈ, અને હું વિચારોમાં ગુમ છું.


મીણબત્તી સળગતી રહે, ને ચારે તરફ તેજ ફેલાવે છે,

તે મા જેવી છે, એ રહસ્ય મને આજે સમજાવે છે.


એક મીણબત્તી પ્રકાશ આપે, જ્યારે તે હજી બળી રહી હોય,

એક મા પ્રેમ કરે, કાળજી રાખે, જ્યારે તે હજી સંઘર્ષ કરી રહી હોય,


મીણબત્તી પ્રકાશને નજીકમાં અને અંધકારને દૂર રાખે,

મા આંસુ લૂછે અને પ્રેમથી આપણી વાતો સાંભળે,


નાની થતી જાય, તો એ મીણબત્તી પ્રકાશ આપવાનું ચાલુ રાખે,

મા ને કેટલી પણ તકલીફ પડે તો એ તે આપણું જીવન ઉજ્વળ રાખે,


તેઓ બંને સંઘર્ષ કરી, છેલ્લે સુધી આપણા જીવનને તેજસ્વી બનાવે છે,

આ સત્યને ગાંઠ બાંધી, હૃદયમાં યાદ રાખવા જેવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract