STORYMIRROR

SHAMIM MERCHANT

Others

4  

SHAMIM MERCHANT

Others

ખૂબ યાદ આવે છે તારી વાતો

ખૂબ યાદ આવે છે તારી વાતો

1 min
163

તું વઢતી, ફટકારતી, પણ પાસે બેસી ભણાવતી,

ચાલી ગઈ એ દીવા બત્તીની ની રાતો,

ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.


પરણવાનું તારે જ હતું, એકલા મારે રહેવાનું જ હતું 

જમણ ફિકુ તારા વગર, અને સૂનો છે ઓટલો,

ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.


નાક નીચે બેસાડી, કાન ખેંચવાવાળી જતી રહી, 

તારા વગર બગડી ગઈ છે મારી આદતો,

ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.


તને યાદ કરતા હસી અને આંસુ બંને છલકાય છે,

ખીલખીલાટ ભૂલી ગઈ છે આ ઘરનો રસ્તો,

ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.


પિયરનું આંગણું ન ભૂલાવતી બહેના,

નક્કામો છું ભલે, તે છતાં તું પણ જરૂર કહેતી હોઈશ

ભઈલા આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.


Rate this content
Log in